tgoop.com/redlabz/4235
Last Update:
સરકાર ક્યારેય નથી ઈચ્છતી કે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઝડપથી નોકરી મળે અને યુવાધન ખુબ પ્રગતિ કરે. ભરતી પ્રક્રિયાને ગુંચવાડા ભરેલુ બનાવવા અને જાણી જોઈને ભરતીને ટલ્લે ચડાવવામાં જો કોઈનો સૌથી મોટો ફાળો હોય તો આ અલગ અલગ ભરતી બોર્ડનો પોતાનો જ છે. તો આ પ્રશ્નના સોલ્યુશન માટે શુ કરી શકાય???
- ગુજરાત સરકારનું એક જ ભરતી બોર્ડ હોવું જોઈએ જેમાં ક્લાસ 1, 2 અને 3 ની ભરતીના નિયમો ખુબ સારી રીતે અને નવી જરુરીયાતને ધ્યાને લઈને બનાવવા જોઈએ.
- વિદ્યાર્થીઓને ક્લાસ 1/2/3 માટે અલગ અલગ વિષયો અને અલગ અલગ તૈયારી કરવાના બદલે એક જ સરખા સિલેબસ આધારીત એક જ ભરતી પ્રકિયા થવી જોઈએ જેથી સમય, મહેનત અને પૈસાની ખુબ બચત થાય.
- દરેક ભરતી પ્રક્રિયામાં અનુભવનું ખુબ મહત્વ હોવુ જોઈએ જેથી સરકારને પ્રાઈવેટ તેમજ સરકારી ક્ષેત્રમાં કામ કરીને આવતા શિસ્તબધ્ધ કર્મચારીઓ કે અધિકારીઓ મળે.
- દરેક ભરતીમાં નવી ટેક્નોલોજી જેમકે ઈંટરનેટ, AI, MS Office, Social Media Communication નું મહત્વ જળવાવું જોઈએ જેથી કરીને સરકારને કમ્પ્યૂટર પર સડસડાટ કામ કરી શકે તેવા અનુભવી કર્મચારીઓ/અધિકારીઓ મળે. માત્ર સર્ટિફિકેટ લેવાથી પ્રેક્ટિકલ નોલેજ ચેક નથી થતુ આ બાબત સરકારશ્રીને ખ્યાલ હોવો જોઈએ.
- ભરતી પ્રક્રિયા ખુબ લાંબો સમય જેમકે 1 વર્ષથી 5 વર્ષ જેવો સમય લઈ લે છે, જેના બદલે ડિઝિટલ માધ્યમથી ભરતી પ્રક્રિયા પાંચથી છ મહિનામાં પુરી થાય એ રીતનું નક્કર આયોજન સરકારશ્રી દ્વારા થવું જોઈએ.
- પ્રિલિમ અને મેઈંસ એમ બે અલગ અલગ તબક્કાઓ ટુંક જ સમયમાં પુરા થાય અને પેપરનું ચેકિંગ અનુભવી શિક્ષકો કરતા કમ્પ્યૂટર આધારિત સિસ્ટમથી ખુબ ઝડપથી થાય એ રીતનું થવું જોઈએ.
- આજનો સમય AI, ઈન્ટરનેટ અને ઝડપી ટેક્નોલોજીનો છે, આવા સમયમાં સરકાર દરેક ભરતી પ્ર્ક્રિયામાં લબાડવેડા કરે તો ઉમેદવારોની ઉંમર, પૈસા અને જ્ઞાનનું મોટા પાયે નુકશાન થાય છે જે બાબત સરકારશ્રીને ધ્યાને આવવી જોઈએ.
- ભરતી પ્ર્ક્રિયા ખુબ જ પારદર્શક હોવી જોઈએ જેથી કરીને પેપર ફૂટવાના કોઈ છબરડા થવા ના જોઈએ.
- આપનું સજેશન આમાં ઉમેરીને આપ વિદ્યાર્થી મિત્રો સરકારશ્રી સુધી આ મેસેજ પહોચાડી શકો છો.
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4235