tgoop.com/redlabz/4222
Last Update:
પ્રિય મિત્રો,
આપણા દરેકનું જીવન "સંઘર્ષ" શબ્દ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે.
બે વર્ષ પહેલાં ASSISTANT/CASHIER બનવાનું સપનું આપણા માટે એક મોટું લક્ષ્ય હતું.
આજે, 1526 મિત્રો પોતાના સપનાને હકીકત બનાવી ચૂક્યા છે અને 146 મિત્રો હજુ પણ એક સીટ માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે.
મા-બાપના સંઘર્ષ જોઈને મોટા થયેલા, અને આજે પોતાની એક સીટ માટે લડી રહેલા આવા દરેક માટે,
તમામ પાસ થયેલા તથા સારી પોસ્ટ પર કાર્યરત મિત્રો તરફ વિનમ્ર વિનંતી છે:
કૃપા કરીને જો તમને લાગતું હોય કે તમારાં નાના/મોટા ભાઈ-બહેનને એક તક મળે, તો દસ્તાવેજ ચકાસણી (DV) માટે ન જવાનું વિચારશો.
તમારે એ બાબત સારી રીતે ખબર છે કે એક સીટ મેળવવા માટે મા-બાપે અને ઉમેદવારો એ કેટલો મહેનત અને બલિદાન આપેલું છે.
તમારા એક નાનકડા નિર્ણયથી કોઈકના ઘરમાં સુખનો સૂર્ય ઉગી શકે છે.
એ પુણ્યનું ફળ ભગવાન તમને ચોક્કસ વહોળે પાછું આપશે.
વિશેષ વિનંતી ખાસ કરીને તેઓ માટે:
જેમને સારી પોસ્ટ મળી ગઈ છે,
જે પોતાના જિલ્લામાં ઘણા સમયથી કાર્યરત છે,
GPSC પાસ છે,
જેમને પસંદગીની બીજી પોસ્ટ માટે રાહ જોવી છે,
જેમની હાલની નોકરીમાં સંપૂર્ણ પગાર મળતો હોય,
અને જેમણે જીવનમાં સંઘર્ષની વેદના અનુભવી છે.
(તલાટી, જુનિયર ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક , amc vmc, કેશિયર, psi જુના assistant ,GPSC, STI, DYSO, TDO, ACE, CCE, GPSC Technical, Civil Engineering, Bank વગેરે પરીક્ષાઓ પાસ કરેલા મિત્રો માટે ખાસ વિનંતી છે.)
તમારા એક સારા નિર્ણયથી કોઈકનું આખું જીવન બદલાઈ શકે છે.
એટલું પુણ્યનું કામ કદાચ બીજા કોઈ પણ સાધનથી શક્ય નહીં બને.
વિનમ્ર:
-લિ. મજધારે બેઠેલ મિત્ર
(મારફતે: Happy to Help)
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4222