tgoop.com/redlabz/4207
Last Update:
આમાં એક ગુજરાતી ખાસ કરીને માત્ર GPSC કેન્દ્રિત ઉમેદવારને તો ખુશ થવા જેવું કશું છે જ નહીં. ઉપરાંત ગુજરાતની જનતાએ પણ કંઈ ખાસ કાખલી કૂટવા જેવું નથી!
ભાષાનું poor checking થતું જોયું જ છે. જેમાં જવાબો વાંચીને જ ખબર પડે, જવાબવહી પોતે ચીખી ચીખીને કહેતી હોય કે આ કોઈ non ગુજરાતી ઉમેદવારનું પેપર છે એટલા ખરાબ ગુજરાતી જવાબો અને સારા ગુજરાતી જવાબો વચ્ચે ખાસ કોઈ માર્ક્સ નો ફરક હોતો નહીં. જે થોડો ઘણો ફરક કે ડર હતો તે પણ આ પ્રકારની પરીક્ષા પદ્ધતિથી નીકળી જશે. જેથી મારી દ્રષ્ટિએ ગુજરાતી GPSC કેન્દ્રિત ઉમેદવારો તો સાવ ધોવાઈ જવાના!
અંગ્રેજીમાં નબળા લોકોએ પણ કાખલી ફૂટવાની જરૂર નથી કેમકે માત્ર ભાષાના માર્ક્સ qualifying થયા છે. બાકી જવાબો જો અંગ્રેજીમાં લખ્યા હોય તો પેપર ચેકીંગની ગુણવત્તા બાબતે શું તે આ પેપર સ્ટાઇલ સ્પષ્ટતા કરતી નથી! વળી ગુજરાતી જ્યારે માત્ર qualifying જ હોય તેવા સંજોગોમાં ઊલટાનું અંગ્રેજીમાં પ્રભુત્વ વાળા ઉમેદવારોની સંખ્યા વધશે કેમકે હવે વધુ ઉમેદવારો GPSC આપવા તરફ વળશે તેમજ તેઓ ડર વગર ગુજરાતી પાછળ તેમને કરવી પડતી મહેનત હવે તેઓ અન્ય વિષય પાછળ કરી તેને વધુ સમૃદ્ધ બનાવશે તેમજ ભરચક આંજી દેતા અંગ્રેજીમાં જવાબો લખનારા હવે વધશે! એટલે જે લોકો અત્યાર સુધી અંગ્રેજીના કારણે પસંદગી નહોતા પામતા તેમના માટે તો ઊલટા કપરા ચડાણ વધશે એવું અંગત મંતવ્ય છે.
ખાટલે સૌથી મોટી ખોટ એ છે કે ૩ કલાકમાં ૨૫૦ માર્ક્સના પેપર તો બનાવી દીધા UPSC સમકક્ષ પણ syllabus પોતે જ એટલો ગુણવત્તા સભર નથી કે આટલા માર્કનું ૩ કલાકમાં પૂછી શકાય. ૧૦ માર્કસને કોઈ રીતે ન્યાય ન આપી શકાય તેવા પ્રશ્નો ભૂતકાળમાં પણ પૂછાયેલા છે અને આવા અણઘડ લાકડે માંકડું બેસાડ્યું હોય તેવા પ્રશ્નોના કારણે લાયક ઉમેદવારના ભવિષ્ય સાથે પેપર ચેકર દ્વારા ચેડા કોઈ નવાઈ નથી.
પરીક્ષા પદ્ધતિ અઘરી થાત તો હું ખોબલે ખોબલે વધાવી લેત. આતો સાવ one sided GPSC કેન્દ્રિત ગુજરાતી ઉમેદવારોને ધોઈ નાખતી પદ્ધતિ અનુભવાય છે.
Forwarded as received 🙏
@sarkarijamai
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4207