tgoop.com/redlabz/4199
Last Update:
આજે હું થોડા કામ બાબતે નજીક ના પોલીસ સ્ટેશન માં ગયેલો અને થોડીવાર લગભગ અડધી કલાક જેટલો સમય પોલીસ સ્ટેશન માં કાઢેલો.
આ દરમ્યાન મને જોવા મળેલ કે સાયબર ક્રાઇમ ના લગભગ 5 થી 6 કેસ આવેલા હતા, ત્યાર બાદ મે અધિકારી જોડે વાત કરી તો જાણવા મળ્યું કે રોજના 250 થી 350 કેસ આવે છે.
આ કેસની વિગતો જોતા ખ્યાલ આવ્યો કે મોટા ભાગના કેસોમાં લોકોને ઓનલાઈન ઠગવામાં આવેલ છે અને ભણેલા ગણેલા લોકોએ 15000 થી 182000 જેટલા પૈસા ગુમાવ્યા છે.
લાલચમાં આવીને લોકો કોઈ પણ બાબત જોયા વિના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટેલીગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા માધ્યમમાં આવતી જાહેરાતો પર આંધળો વિશ્વાસ મૂકીને પૈસાનું રોકાણ કરીને પૈસા ગુમાવતા હોય છે. આ પૈસા પરત મેળવવા ખૂબ અઘરા છે પરંતુ પોલીસ વિભાગમાં આમાં ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે.
હંમેશા એક તકેદારી રાખવી કે કોઈ પણ લોભ કે લાલચમાં આવીને ઓનલાઈન કોઈ પણ જાહેરાત પર વિશ્વાસ કરવો નહીં અને જો કઈ પર થાય તો 1930 પર ફરિયાદ લખાવી...
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4199