tgoop.com/redlabz/4197
Last Update:
હજુ હમણાં થોડા સમય પહેલા જ #પોલીસ_સ્ટેશનમાં ક્લાર્કની ભરતી પ્રક્રિયા #આઉટ_સોર્સિંગથી ભરવાની નક્કી થયેલું પરંતુ અગત્યની માહિતીની ગોપનીયતા રહે એ માટે આઉટ સોર્સિંગ ના બદલે સરકારે કાયમી અધિકારીઓની નિમણુંક કરવાની માગણી સ્વીકારેલ.
પરંતુ
📌👉🏼થોડા દિવસ બાદ પોલીસ વિભાગમાં જ #IT_Expert એટલે કે પોલીસ સ્ટેશનના દરેક ડિજિટલ કાર્યો જેવા કે કમ્પ્યૂટર, કેમેરા, રેકોર્ડ, ટ્રેનિંગ............ વિગેરે જેવી ખૂબ જ અગત્યની અને સંવેદનશીલ બાબતો માટે રાતો રાત #આઉટ_સોર્સિંગ થી ભરતી બહાર પાડીને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. ઓફિસ ક્લાર્ક જેવી અગત્યની પોસ્ટ માટે પોલીસ વિભાગમાં આઉટ સોર્સિંગથી ભરતી પ્રક્રિયા અયોગ્ય છે તો IT Expert જેવી મોટી પોસ્ટ માટે સરકાર કેમ જોખમી પગલુ લેવા માંગે છે તે સમજાતું નથી ???? 🤔
📌IT Expert પોસ્ટના કાર્યની ગંભીરતા જોતા આઉટ સોર્સથી ભરતી કરવી બિલકુલ યોગ્ય જ નથી કારણ કે અનુભવી અને ટેલેન્ટેડ લોકોને સરકાર આઉટસોર્સ થી ભરતી કરીને શું સાબિત કરવા માંગે છે ? તે તો સવાલ છે જ પરંતુ #સૌથી_ગંભીર બાબત એ છે કે આ પદ પર રહીને કોઈ ડેટા નો ગેર ઉપયોગ થયો તો ? ન કરે નારાયણ ને કશી અગત્યની માહિતી લીક થઈ ગઈ તો એના માટે #જવાબદાર_કોણ ?🤔
📌પ્રજાની પ્રાઇવેટ એટલે કે અંગત ડેટા/માહિતી જોખમમાં મુકાઇ શકે છે કે ગેર ઉપયોગ પણ થઈ શકે છે. તાત્કાલિક આં નિર્ણય ઉપર ફેર વિચારણા થવી જોઈએ અને પહેલા તો આ અતિ મહત્વના પદની જવાબદારી જેને પણ કામ સોંપવામાં આવે #accountability ફિકસ થવી જોઈએ.
📌સરકાર અને નાગરિક માટે આ પગલું ઘાતક સાબિત થઈ શકે છે.
📌ખૂબ ગંભીરતા પૂર્વક આની ઉપર પુનઃ વિચારણા થવી જોઈએ.
https://x.com/YAJadeja/status/1884646348500459776?t=o4zm2Ohxove4zbjBETkXTw&s=35
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4197