tgoop.com/redlabz/4147
Last Update:
વિદ્યાર્થી મિત્રો,
હાલમાં ઘણી ચેનલમાં હું મેન્ટરશિપ પ્રોગ્રામ તેમજ ઓનલાઈન કોર્ષની જાહેરાત જોવ છું. આ સાથે જ આ કોર્સ લીધા પછી વિદ્યાર્થીઓના અનુભવ કેવા રહ્યા એ પણ માહિતી મોટા ભાગના ગ્રુપમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓએ કોર્ષ લીધા પછી પોતે છેતરાઈ ગયા હોય તેવી અથવા જે બાબતો ફેકલ્ટી દ્વારા કહેવામાં આવી હોય તે કરાવવામાં આવતી નથી અથવા ફેકલ્ટી દ્વારા સમયસર જવાબો મળતા નથી તેવી ફરિયાદો ઘણા બધા ગ્રુપમાં જોવા મળે છે.
આવી ફરિયાદોથી બચવા માટે આપે નીચે મુજબની બાબતો ધ્યાને લેવી ખુબ જ જરુરી છે....
1. ફેક્લ્ટી વિશેની માહિતી : આપ જ્યારે કોર્ષ ખરિદો છો એવા સમયે ફેકલ્ટી કોણ છે, કેટલા વર્ષોનો અનુભવ છે અને જુના વિદ્યાર્થી મિત્રોનો ફેકલ્ટી બાબતનો અનુભવ ખાસ જાણી લેવો.
2. સૌથી અગત્યનો પોઈન્ટ : આપ જ્યારે કોર્ષ ખરીદો છો એવા સમયે આપના ફેકલ્ટી એકસાથે કેટલા કોર્ષ કરાવે છે તે ખાસ નોંધ લેવી. જો ફેકલ્ટી એક કે બે બેચ જ કરાવતા હોય તો વાંધો નહિ પરંતુ એક સાથે ઘણી બધી બેચોમાં સંકળાયેલા હોય તો સિલેબસ પુરો થશે કે કેમ તે બાબત પણ ખાસ વિચારી લેવી.
3. ફી બાબત : વિદ્યાર્થી જીવનમાં પૈસાનું ખુબ મહત્વ હોય છે કારણ કે પૈસા આપણે માતા પિતા પાસેથી માંગીને ફી ભરતા હોઈએ છીએ. આવી બાબતના લીધે વિદ્યાર્થીઓ સસ્તી બેચ જોઈન કરે છે પરંતુ તેમા કોઈ ફાયદો થતો હોતો નથી. દરેક વખતે આવુ થવુ જરુરી નથી પરંતુ માત્ર ફી જોઈને બેચ જોઈન ના કરવી એવી એક સોનેરી સલાહ છે.
4. કંપની કે ફેકલ્ટી??? : આ પણ એક ખુબ અગત્યનો મુદ્દો છે કે આપ કોર્ષ જોઈન કરતા સમયે કોના પર ભરોસો મુકો છો??? કોર્ષ કરાવતી કંપની કે પછી ફેકલ્ટી???? અલખ પાંડે (PW) સાહેબનું એક વાક્ય કાયમ યાદ રાખવું, શિક્ષણમાં ક્રાંતિ હંમેશા શિક્ષક જ લાવી શકે છે. તો કોઈ પણ બાબતનું આંધળુ અનુકરણ કરવાના બદલે લોજીકલ થિંકીગના આધારે કોર્ષ જોઈન કરવો.
5. સબજેક્ટ એક્ષ્પર્ટ : મઈન્સ પરિક્ષા પાસ કરવા માટે આપ વિદ્યાર્થીમિત્રો જ્યારે કોર્ષ જોઈન કરો છો ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે - ફેકલ્ટી ક્યાં ક્યાં વિષયો ભણાવે છે??? જો ફેકલ્ટી માત્ર એક જ વિષય કરાવતા હોય તો તે 100% વિષય નિષ્ણાંત હશે પણ ફેકલ્ટી એક કરતા વધુ વિષય ભણાવતા હોય તો એ બાબત ખાસ ધ્યાનમાં લેવી. આ મુદ્દાનો મર્મ આપ સમજી શક્તા હશો.
આ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે જે આપ ધ્યાનમાં લઈ શકો. આશા રાખુ કે મારી સમજાવેલી નાની નાની બાબતો આપને કોર્ષ ખરીદવા તેમજ પરિક્ષા પાસ કરવામાં ખુબ જ ઉપયોગી થશે.
શ્રવણ ગોહેલ.
RED Labz.
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4147