tgoop.com/redlabz/4135
Last Update:
થોડું HC Computer Operator વિશે....
- વિદ્યાર્થીમિત્રો, 2021 માં બહાર પડેલ Computer Operator ની ભરતીમાં 19 જગ્યાઓ હતી જેમાં 13 કેંડીડેટ સિલેક્ટ થયેલા જેમાંથી 11 વિદ્યાર્થીઓએ આ જોબ સ્વીકારેલી અને હાલમાં માત્ર 8 મિત્રો આ પોસ્ટ પર કાર્યરત છે, જે એક સચોટ માહિતી છે.
- હાઈકોર્ટમાં જ્યારે બધુ જ ડિજીટલ થઈ રહ્યુ હોય આ પોસ્ટમાં તમારે AC ઓફિસમાં બેસીને કમ્પ્યૂટરને લગતું કાર્ય કરવાનુ હોય છે જેથી આ ખુબ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે.
- અગાઉની ભરતીમાં ટોટલ 19 જગ્યાઓ બહાર પડેલી જેમાં MCQ ટેસ્ટમાં માત્ર 30 વિદ્યાર્થીઓ જ પાસ થયેલા જે ખુબ જ ઓછી સંખ્યા હતી. MCQ ટેસ્ટમાં જેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા એ બધા જ મિત્રોને પ્રેક્ટિકલ ટેસ્ટ માટે બોલાવેલા. એટલે હાલ આ પોસ્ટ માટે તૈયારી કરતા મિત્રોને જેમને કેટેગરી મુજબ 45% તથા જનરલ કેટેગરી મુજબ 50% કે તેથી વધુ માર્ક્સ થતા હોય તો તૈયારીમાં લાગી જવા વિનંતી કારણ કે આ પ્રેક્ટિકલ પરિક્ષાના 100 માર્ક્સ છે અને એ માર્ક્સ આધારે જ ફાઈનલ મેરિટ ધ્યાનમાં લેવાશે.
- પ્રેક્ટિકલ પરિક્ષાનો સિલેબસ ઉપર આપેલ છે જે એ એક વાર જોઈ લેવો.
- તૈયારી કરવામાં જરા પણ કચાસ ના રાખવી કારણ કે છેલ્લા સમયમાં પ્રેક્ટિકલ બાબતો તૈયાર કરવી ખુબ જ અઘરી બની જાય છે જે એક વાસ્તવિક્તા છે.
- અગાઉની પરિક્ષામાં પાસિંગ માર્ક્સના આધારે પ્રેક્ટિકલ ટેસ્ટમાં માત્ર 30 વિદ્યાર્થીઓઅ જ થતા હતા જે જગ્યાન 1.5 ગણા નથી જે દ્યાનમાં લેવું. આપે જો માર્ક્સ થતા હોય તો શાંતિથી તૈયારી શરુ કરી દેવી.
- બહુ બધા મિત્રો, શિક્ષકોની સલાહ લેવા કરતાં શાંત ચિત્તે એક વાર વિચારીને તૈયારી કરવી કે ના કરવી એ જાતે જ નક્કી કરી લેવુ કારણ કે અલગ અલગ પરિક્ષાની તૈયારી કરવી એના કરતા એકાદ બે પરિક્ષાની તૈયારી કરીને સારી પોસ્ટ પર લાગી જવુ એ એક સારી બાબત છે.
- અર્જુનને જે રીતે ચકલીની આંખ દેખાતી હતી એવી રીતે તમે જો ટાર્ગેટ સેટ કરીને તૈયારી કરશો તો જલ્દી નોકરી મેળવી શક્શો.
- કોઈ પણ સંસ્થામાં કે ઓનલાઈન માધ્યમથી તૈયારી કરતા પહેલા તેમના પોઝિટીવ અને નેગેટિવ પાસા ખાસ તપાસી લેવા જેથી પૈસા આપ્યા બાદ મનમાં ખોટો કચવાટ ના રહે.
- આપ વિદ્યાર્થીમિત્રો આપના પરિવાર અને સ્નેહીજનો જોડે દિવાળીની પળો આનંદ પુર્વક ઉજવો અને ખુબ આગળ વધો એવી શુભેચ્છા.
શ્રવણ ગોહેલ
RED Labz.
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4135