tgoop.com/redlabz/4131
Last Update:
વ્હાલા વિદ્યાર્થીમિત્રો,
આજે હું અને બાકીના 8 વિદ્યાર્થીમિત્રો એ હાઈ કોર્ટ સબ રજિસ્ટ્રાર સાહેબની મુલાકાત લીધી.
ધાર્યા મુજબ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ આવેલા જે ખરેખર આપની જાગૃતતા બતાવે છે.
અમે Recruitment cell ના સબ રજિસ્ટ્રાર ધિલ્લોન સાહેબને મળ્યા અને આપ સૌ વતી 3 રજૂઆતો કરી.
1. પરીક્ષાની અંદાજિત તારીખો પૂરી થઈ જવા છતાં આસિસ્ટન્ટ અને કેશિયરનું પરિણામ હજુ સુધી આવેલ નથી તો સત્વરે દિવાળી પહેલા પરિણામ આવે તો અનેક વિદ્યાર્થીઓના ઘરે દિવાળીનો દીપ પ્રગટે.
2. રીઝલ્ટ સમયે opt out ની સુવિધા આપે.
3. રીઝલ્ટ સમયે પ્રિલીમ, મેઇન્સ અને typing એમ ત્રણેય પરીક્ષાના માર્કસ જાહેર કરવા.
ધિલ્લોન સાહેબે અમારી વાત શાંતિ પૂર્વક સાંભળેલી અને જવાબ માં એવું કીધેલું કે જલ્દી રીઝલ્ટ આવી જશે, અમે પણ ઓછા સ્તાફમાં વધુ કામ કરીએ છીએ. પરંતુ કોઈ ચોક્કસ તારીખ કે સમય આપેલ નથી આમ છતાં આપ સૌ વતી અમે બનતા પ્રયત્ન કરેલ કે આપની વાત ધિલ્લોન સાહેબથી આગળના લેવલ પર પહોંચે અને આપને પરિણામ જલ્દી મળે.
નિરાશ થવા જેવી બાબત એ હતી કે અમારી રજૂઆત ના દરેક જવાબ સરકારી જવાબ લાગતા હતા છતાં પણ હિંમત હાર્યા વિના સાહેબને વિનમ્રતા પૂર્વક મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરેલી.
આશા રાખીએ કે સાહેબે કિધેલ દરેક બાબત સાચી પડે અને HCA નું રીઝલ્ટ જલ્દી મળે.👍👍👍
(હું દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ફોનમાં જવાબ આપવા સક્ષમ નથી તો અહી મેસેજ નિરાતે વાંચી લેવો. આપ સૌ મિત્રોની રજૂઆત અમે ખૂબ સરસ રીતે HC માં રજુ કરેલ છે. આશા રાખીએ કે જલ્દી આપને પરિણામ મળે.)
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4131