tgoop.com/redlabz/4072
Last Update:
વિદ્યાર્થીમિત્રો, હાલ યુ ટ્યુબમાં મે ઘણા વિડિયો લેક્ચર જોયા જેમાં ટાઈપિંગ વિશે ઘણી બધી અસ્પષ્ટ માહિતીઓ આપેલી છે.
હાઈકોર્ટ આસિસ્ટંટ માટેની સ્પષ્ટ માહિતી જેમાં કોઈ પણ બાબતમાં ગપ્પુ મારેલ નથી અને અગાઉની પરિક્ષાને ધ્યાને લઈને આપ સૌ માટે આ મેસેજ બનાવેલ છે.
થોડા મુદાઓ ટાઈપિંગ ટેસ્ટ માટે ધ્યાનમાં લેવા:
1. ટાઈપિંગ ટેસ્ટમાં અંગ્રેજી 10 મિનીટ અને ગુજરાતી 10 મિનીટ અને બન્ને ટાઈપિંગ વચ્ચે 5 મિનીટનો બ્રેક, એમ કુલ 25 મિનીટની ટેસ્ટ રહેશે.
2. ટાઈપિંગ ટેસ્ટમાં અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ટાઈપિંગ ફરજીયાત રહેશે.
3. બન્ને ટાઈપિંગ ટેસ્ટમાં 8 માર્ક્સ લાવવા ફરજીયાત છે.
4. અંગ્રેજીમાં 330 થી 370 વર્ડ જ્યારે ગુજરાતીમાં 225 થી 250 વર્ડસ આસપાસ લખાણ રહેશે.
5. અંગ્રેજી ટાઈપિંગમાં 35 તથા ગુજરાતી ટાઈપિંગમાં 25 WPM ની સ્પીડ ધ્યાનમાં લેવી.
6. સમય ઓછો છે એટલે દરરોજ 5 થી 6 કલાક કમ્પ્યૂટર કે લેપટોપ પર બેસીને પ્રેક્ટિસ કરવી, કારણ કે મોબાઈલમાં અંગ્રેજી ટાઈપિંગ સારી રીતે થઈ શક્શે. જ્યારે ગુજરાતી ટાઈપિંગ સચોટ રીતે થશે નહિ જે ખાસ દ્યાનમાં લેવું.
GCC સર્ટિફિકેટ વિશેની સ્પષ્ટ અને સચોટ માહિતી:
1. ટાઈપિંગ ટેસ્ટ સમયે આપે આ સર્ટિફિકેટ સાથે લઈ જવાની કોઈ જરુર નથી કે હાઈકોર્ટ આ સર્ટિફિકેટ માંગશે પણ નહિ.
2. ટાઈપિંગ સર્ટિફિકેટ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે બતાવવાનું રહેશે એટલે DV લિસ્ટમાં નામ આવે એ સમયે કરાવવુ. આ માટે ખોટી ઉતાવળ કરવી નહિ.
ગુજરાતી ટાઈપિંગ વિશેની સ્પષ્ટ માહિતી:
1. જો તમે નવા હોવ અને ગુજરાતી ટાઇપિંગ શરુ કરવા માંગતા હોવ તો માત્ર Transliteration કિ-બોર્ડનો જ ઉપયોગ કરવો.
2. આપે 2 કે 3 મહિના અગાઉ Remington કે Inscript કી-બોર્ડ શીખ્યા હોવ તો જ અત્યારે આ કિ-બોર્ડૅનો ઉપયોગ કરવો.
3. Transliteration, Remington અને Inscript કિ-બોર્ડમાં ઘણો બધો તફાવત છે. ટાઈપિંગ ટેસ્ટમાં સમય ઓછો હોય ખોટા પ્રયોગો ના કરવા.
🫡યાદ રાખો કે....
- જે શિક્ષકોને પ્રેક્ટિકલ બાબતોનો અનુભવ વધુ હોય, એમની સલાહ લેવી. છેલ્લે હાથ ઉંચા કરી દે, મોબાઈલ સ્વિચ ઓફ કરી દે કે વિદ્યાર્થીઓની ક્વેરીના સંતોષપુર્વક જવાબ ના આપે એવા શિક્ષકોના બદલે રેફરન્સ આધારિત શિક્ષકોનું માર્ગદર્શન લેવું.
- થીયરી અને પ્રેક્ટિકલ બે અલગ બાબતો છે. થીયરીમાં માત્ર વાંચીને તૈયારી કરવાની હોય છે જ્યારે પ્રેક્ટિકલમાં ખુલ્લા મગજે અને નિર્ણાત્મક બાબતોને ધ્યાનમાં લઈને પ્રેક્ટિસ કરવાની હોય છે. આ માટે માત્ર અનુભવી શિક્ષકોનું જ માર્ગદર્શન લેવું.
શ્રવણ ગોહેલ.
RED Labz, Bhavnagar.
@redlabz
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4072