tgoop.com/redlabz/3924
Last Update:
વર્ગ 3માં નવી પરીક્ષા પદ્ધતિ લાવ્યા પણ સાથે સાથે નીચેના પણ કેટલાક સિરિયસ પ્રશ્નો ઉભા કર્યા:
1. જે વિદ્યાર્થી વર્ગ 1/2 ની તૈયારી માટે સક્ષમ નથી (એના ઘણા પરિબળો છે) - એ જ વર્ગ 3 ની તૈયારી કરવામાં અને 5 વર્ષ ફિક્સ પગારની નોકરી કરવા માટે મહેનત કરતો હતો.......
હવે એના પર પણ તમે સીધો GPSC વર્ગ 1/2 નો બેઠો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ થોપી દીધી - જયારે એણે નોકરી તો વર્ગ 3ની જ કરવાની છે અને એ પણ 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં...... 🙄
2. આ પહેલાંની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ - તો રાજ્યના ગામડા તેમજ જિલ્લા તાલુકા લેવલે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ નિઃશુલ્ક તૈયારી કરાવવામાં આવતી હતી, અને સાથે સાથે નાની નાની ખાનગી એકેડમીઓ પણ ખુબ ઓછી ફી માં તૈયારી કરાવતી હતી - જેનાથી લોકલ લેવલે તેમને પણ રોજગાર મળી રહેતો હતો...
અને ખુબ ઓછા ખર્ચે વર્ગ 3ની તૈયારી કરી શકાતી હતી - જેથી કરીને ગરીબ પરિવારના દીકરા દીકરીઓને સરકારી નોકરી મળી શકતી હતી......
3. પણ હવે જે નવી પરીક્ષા પદ્ધતિ લાવી છે - એમાં તો 3-4 વર્ષથી જૂની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને સીધો જ ફટકો છે કે એમની વર્ષોની મહેનત પર એક જ ઝાટકે પાણી ફેરવી વાળ્યું......
અને નવા તૈયારી કરવા વાળા લોકોને પણ માંડ 6 જ મહિના જેટલો સમય આપ્યો જેમાં GPSC નો આખો સિલેબસ એમણે તૈયાર કરવાનો છે - પણ લોકલ લેવલે તો એનું ગાઈડન્સ આપનાર પણ ખાસ કોઈ નહીં મળે - સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ લેવલની તૈયારી કરાવવા સક્ષમ નથી......
4. એટલે આ પદ્ધતિથી તૈયારી કરવા માટે ફરજીયાત પણે મોટા સીટીઓ તરફ જ દોડવું રહ્યું - જ્યાં રહેવા+જમવાનો માસિક ખર્ચ એવરેજ 10000/- રૂપિયા થઇ જાય છે તેમજ ત્યાં ક્લાસીસ કરવા જાય તો તોતિગ ફી ધોરણ એના પરિવારને પોસાય એમ નથી......
5. આ માટે સરકારશ્રી દ્વારા તૈયારી કરી શકાય તેવું કોઈ જ પ્રોવિઝન કરવામાં આવ્યું નથી - અને રાત્રે આવેલા સપનાને આધારે વર્ગ 3 માટે પણ વર્ગ 1/2 સમકક્ષ સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ થોપી બેસાડવામાં આવી છે કે જે તેના બસની વાત જ નથી......
6. હા, અમુક 10-20% લોકોના ઉદાહરણ એવા પણ છે જેઓએ ઘરે બેસીને તૈયારી કરીને નોકરી મેળવી હોય (પણ તમામ લોકો એટલા બ્રિલિયન્ટ નથી હોતા), પણ બાકીના 80-90% લોકો ને તો પ્રોપર ગાઈડન્સ આપે અને મહેનત કરાવે એવા વાતાવરણ સાથે શિક્ષકોની જરૂર છે જ છે - અને એ માત્ર મોટા સીટીઓમાં જ શક્ય છે - લોકલ લેવલે નહીં......
7. મુખ્ય પરીક્ષા કે જેમાં નિબંધો લખવાના છે - એમાં માર્ક્સ આપવા માટે કોઈ સ્ટાન્ડર્ડ જ નથી (GPSC જોડે પણ નથી) - એ તો પેપર ચેક કરનારના વ્યુ અને મૂડ પર જ ડીપેન્ડ કરે છે - એટલે અહીં શું સાચું અને શું ખોટું - એનો કોઈ જ પ્રકારનો કયાસ લગાવવો શક્ય નથી - એમાં ભ્રષ્ટાચાર થવાની સૌથી મોટી શક્યતા રહેલી છે......
8. CBRT સાથે સહમત, પણ દરેક પાળીમાં અલગ અલગ પેપર આવશે - તો એમાં તમામ લોકોનું મેરીટ શેના આધારે નક્કી થઇ શકશે?
Normalization?
એમાં તો મહેનત કરનારને જ મોટું નુકશાન જાય છે.......
9. આજે જમાનો કોમ્પ્યુટર યુગનો છે - અહીં તમે કોમ્પ્યુટર વિષયને જ પરીક્ષાના સિલેબસમાંથી બિલકુલ હટાવી દીધો છે - જેમ કે વર્ગ 3ના કર્મચારીએ પ્રથમ દિવસથી જ કોમ્પ્યુટર પર (એ પણ ઈ-સરકાર પોર્ટલ પર) કામ કરવાનું છે - અને એને કોમ્પ્યુટર પર શું કામગીરી કરવાની છે એના વિષયક પરિક્ષામાં કાંઈ રાખ્યું જ નથી - જે અગાઉની પરીક્ષા પદ્ધતિમાં રાખવામાં આવેલ હતું.
10. તમામ રાજ્યોની હાઇકોર્ટ, SSC, LDC વગેરેની વર્ગ 3ની ભરતીઓમાં કોમ્પ્યુટર વિષયને પણ જરૂરિયાત મુજબ પ્રાથમિકતા આપવામાં આવી જ છે - જયારે આપણા રાજ્યમાં અચાનક જ એ વિષયથી દુરી બનાવી લેવામાં આવી એ આશ્ચર્યજનક બાબત છે.... 🤔
12. વળી પાછું ગુજરાતમાં તો આઝાદી પછી જ્યારથી કોમ્પ્યુટર યુગની શરૂઆત થઇ અને શાળાઓમાં સિલેબસમાં કોમ્પ્યુટર વિષય મુકવામાં આવ્યો - ત્યારથી આજસુધી 1 પણ કોમ્પ્યુટર શિક્ષકની કાયમી ભરતી જ કરવામાં નથી આવી - અને કોમ્પ્યુટર વિષયને પણ ફરજીયાતને બદલે મરજીયાત રાખવામાં આવેલ છે - તો એ વિષયનું જ્ઞાન પરીક્ષાર્થીઓને હોઈ જ ના શકે......
13. નોકરી લાગ્યા પછી છેક વર્ષ 2006-7થી જે સીસીસી પરીક્ષા લેવામાં આવે છે - એનું કોઈ જ પ્રોડક્ટિવ આઉટપૂટ આજે સુધી મળી શક્યું નથી.......
અને નોકરી મળ્યા પછી આટલા બધા કર્મચારીઓને સરકારી ખર્ચે તમે કોમ્પ્યુટરની તાલીમ આપશો?
એ પ્રશ્ન પણ ઉભો થાય છે......
એટલે કહેવામાં તો ઘણી તર્ક સંગત દલીલો છે કે વર્ગ3ની આ જે નવી પરીક્ષા પદ્ધતિ લાદવામાં આવી છે તેમાં કોઈ જ પોઝીટીવ આશય જણાતો નથી......
અને સરકારી નોકરીની તૈયારી કરતો ગ્રામીણ કે નાના શહેરનો ગરીબ ઘરનો દીકરો કે દીકરી તૈયારી ના કરે - માત્ર પૈસા ખર્ચી શકે એવા જ લોકોને નોકરી મળે એવો કારસો રચેલો હોય એ ચોખ્ખું જણાઈ રહ્યું છે......
રણ મેદાનમાં તલવાર ચલાવવાની હોય એના બદલે તમને બીજું જ કંઈક તૈયાર કરવાનું કહેવામાં આવે એવી આ વાત થઇ... 🙄🙄🙄🙄🙄
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/3924