tgoop.com/redlabz/3887
Last Update:
#2/2
4. ત્યાર બાદ શરુ થશે તૈયારીનો સમય જેમાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરશે અને નિયત સમયે પેપર આપશે.
5. પરિક્ષા પુરી થયા બાદ રિઝલ્ટ આવી જશે અને વિદ્યાર્થી લાગી જશે એવુ તો જવલ્લે જ કોઈ એક્ઝામમાં બને છે, પરિક્ષા પછી શુ થશે એ આપ સારી રીતે જાણો જ છો.
6. પરિક્ષા પુરી થયા પછી શરુ થાય છે એકદમ બેસ્ટ લેવલના છબરડાં. જેમાં પરિક્ષકને જ ખબર નથી હોતી કે પ્રશ્નનો જવાબ શુ આવે અને આ માટે 5 કે 6 મહિના પછી મેટર પહોચે છે હાઈકોર્ટમાં.
7. હાઈકોર્ટમાં જવા માટે વિદ્યાર્થી દીઠ 3 થી 4 હજાર ખર્ચવાના એ અલગ અને હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યા સુધી ભરતી પ્રક્રીયાનુ કોકડુ ગુચવાયેલું જ રહેશે....
8. હાઈકોર્ટનો ચુકાદો શુ આવે એ આપ સૌ જાણો જ છો.
9. પછી તૈયાર થાય છે પરિણામ અને એની પ્રક્રીયા પણ કેટલી લાંબી હોય છે એ આપ મિત્રોને ખ્યાલ જ હોય છે.
આમ જોવા જઈએ તો આખી ભરતી પ્રક્રીયા 3 થી 5 વર્ષ જુવાનીના ખાઈ જાય છે અને સરકારને પણ કંઈ ફેર બદલી કરવાની વિચારણા થતી નથી કારણ કે આમાં માત્ર મારી તમારી જેવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીમિત્રો જ તૈયારી કરે છે.....
અને આ ભરતી પ્રક્રિયાને લોલીપોપ બનાવવા માટે આવા લોકો પણ જવાબદાર છે જે પોતાની જાતને પત્રકાર ગણે છે. આ લોકો વિદ્યાર્થી આંદોલન એટલે કે TAT - TAT હોય કે બિન સચિવાલય, કોઈ જ્ગ્યાએ વિદ્યાર્થીઓ જોડે દેખાતા તો હોતા નથી અને સરકાર પાસેથી માહિતી શેના આધાર પર લાવે છે એ હમેશા એક લટકતો સવાલ બની રહ્યો છે.
માહિતી સારી લાગી હોય તો શેર કરજો, બાકી તૈયારી તો શરુ જ રાખજો....
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/3887