tgoop.com/gujjuniyari/3388
Last Update:
તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલા તીડના આક્રમણને પગલે પાક નુકશાન પામેલા ધરતીપુત્રો માટે રાજ્ય સરકારે રૂ.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે.
જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદમાં વળતર ચૂકવવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૧૮,૫૦૦ સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આમ, કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ. ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના રૂ. ૫૦૦૦ સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦/-સુધીની સહાય ચૂકવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૨૮૦ ગામ અને પાટણ જિલ્લાના ૨ તાલુકાના પાંચ એમ કુલ ૨૮૫ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં તીડ આક્રમણથી અસરગ્રસ્ત ૨૪,૪૭૨ હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં ૭૫૦ હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ ૨૫,૨૨૨ હેક્ટર વિસ્તાર પૈકી અદાજિત ૧૭ હજાર હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.
BY ગુજ્જુ ની યારી™

Share with your friend now:
tgoop.com/gujjuniyari/3388