tgoop.com/gujjuniyari/3373
Last Update:
🇮🇳'ઓપરેશન મેઘદૂત'ના નાયકની વિદાય, જાણો ભારતીય સેનાના ગૌરવવંતા અભિયાન અંગે
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
1984માં ભારતીય સેનાએ સિયાચીન પર પાકિસ્તાની સેનાને ભગાડીને તિરંગો ફરકાવ્યો હતો.
સેનાના ઓપરેશન મેઘદૂતના નાયક લેફ્ટનન્ટ જનરલ પી એન હૂનનુ આજે 91 વર્ષની વયે નિધન થયુ હતુ. પી એન હૂનને આ માટે પરમ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા.
દુનિયાની સૌથી ઉંચી યુધ્ધભૂમિ પર પાકિસ્તાન સાથેની આ લડાઈ ઐતહાસિક હતી. કારણકે લાંબા સમયથી સિયાચીન માટે ચાલી રહેલા વિવાદ બાદ ભારતીય સેનાએ 1981માં તેના પર પૂરી રીતે કબ્જો કરવાનુ નક્કી કરી લીધુ હતુ. જોકે સેના સામે સૌથી મોટો પડકાર સિયાચીનના તાપમાન માટે સૈનિકોને તૈયાર કરવાનો હતો.
આ માટે ભારતે 1982માં એન્ટાર્ટિકામાં ભારતીય સેનાની એક ટુકડીને મોકલી હતી. જ્યાં તેમને અત્યંત ઓછા તાપમાનમાં લડાઈ માટેની તાલીમ અપાઈ હતી. જોકે પાકિસ્તાનને આ વાતની ભનક પડી ગઈ હતી. એ પછી પાકિસ્તાનને ડર લાગવા માંડ્યો હતો કે, ભારત સિયાચીન પર પુરી રીતે કબ્જો કરી લેશે.
આથી પાકિસ્તાને ઓપરેશન અબઅબીલ શરુ કરીને ભારત પહેલા સિયાચીન પર કબ્જો જમાવવાનુ નક્કી કરી લીધુ હતુ. આ માટે પાકિસ્તાન સૈનિકોની એક ટુકડી તૈયાર કરી લીધી હતી. જોકે સાવ ઠંડા વાતાવરણમાં પહરેવા માટે જરુરી કપડા અને બીજા સામાન માટે પાકિસ્તાને લંડન સ્થિત એક ફર્મનો સંપર્ક કર્યો હતો.
યોગાનુયોગ એવો સર્જાયો હતો કે, આ જ ફર્મ ભારતને પણ સામાન પૂરો પાડવાની હતી. જેના કારણે ભારતને પાકિસ્તાનની તૈયારીઓની ગંધ આવી ગઈ હતી.
ભારતે ગુપ્તચર એજન્સીઓ મારફતે જાણકારી મેળવી હતી કે, 1984માં પાકિસ્તાન મે મહિનામાં સિયાચીનનુ મિશન શરુ કરશે. એ પહેલા જ એપ્રિલ મહિનામાં ભારતે પી એન હૂનની આગેવાની હેઠળ ઓપરેશન મેઘદૂત લોન્ચ કરી દીધુ હતુ. આ દિવસે વૈશાખીનો તહેવાર હતો અને પાકિસ્તાની સેના માનીને બેઠી હતી કે, ભારતીયો તહેવારમાં વ્યસ્ત હશે.
સિયાચીનની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે, ભારતીય સેનાએ ભારત તરફથી તેના પર પહોંચવા માટે આકરુ ચઢાણ ચઢવુ પડે છે. પાકિસ્તાન તરફથી સિયાચીન પર પહોંચવુ સરવાળે આસાન છે. માટે જ ઓપરેશન મેઘદૂત સેનાના સૌથી કઠીન ઓપરેશન પૈકીનુ એક હતુ.
ભારતીય સૈનિકો એક અલગ જ પ્રકારનુ યુધ્ધ લડવા જઈ રહ્યા હતા કે જ્યાં તાપમાન માઈનસ 40 થી 60 ડિગ્રી રહેતુ હતુ. ઓપરેશનના ભાગરુપે સાલ્ટોરો રિજ નામની જગ્યા પર કબ્જો કરવાનુ કામ 26મા સેક્ટરને સોંપાયુ હતુ. જેની કમાન બ્રિગેડિયર વિજય ચન્નાના હાથમાં હતી.
ઓપરેશનના પહેલા તબક્કાની શરુઆત માર્ચ મહિનામાં જ થઈ ગઈ હતી. કુમાઉ રેજિમેન્ટની એક બટાલિયન અને લદ્દાખ સ્કાઉટ્સની યુનિટ લડાઈની તમામ તૈયારીઓ સાથે બરફથી છવાયેલા જોજિલા પાસમાંથી પગપાળા પસાર થયા હતા. જેથી પાકિસ્તાની રડારની પકડમાં આ ગતિવિધી આવી ના શકે.
ગ્લેશિયરની ઉંચાઈ પર કબ્જો કરનાર પહેલી બટાલિયનનુ સુકાન મેજર આર એસ સંધુના હાથમાં હતુ. કેપ્ટન સંજય કુલકર્ણીની આગેવાની હેઠળની બીજી ટુકડીએ બિલાફોંડ લા નામની જગ્યા પર કબ્જો જમાવ્યો હતો. બાકી યુનિટને સાલ્વાટોર રિજના બાકી હિસ્સા પર કબ્જો જમાવવા માટે ચાર દિવસ લાગી ગયા હતા.આ યુનિટના લીડર કેપ્ટન પી વી યાદવ હતા.
13 એપ્રિલ સુધીમાં તો ભારતે ગ્લેશિયરના મહત્વપૂર્ણ સ્થળો પર આધિપત્ય જમાવી દીધુ હતુ. પાકિસ્તાની સૈનિક જ્યારે પહોંચ્યા ત્યારે તેઓ પણ ભારતીય સૈનિકોની હાજરી જોઈને હેરાન થઈ ગયા હતા.
✍ @Rajdhandhalya
〰〰〰〰〰〰〰〰〰〰〰
https://www.tgoop.com/Pankajsr
〰〰〰〰〰〰〰〰〰〰〰
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3373