tgoop.com/IMPFORGPSC/1317
Last Update:
⭕️ રૂઢિપ્રયોગ અને કહેવતો 😇
1) ગજ ગજ કૂદવું
✅ ખૂબ રાજી રાજી થઈ જવું // અતિ આનંદથી ઊભરાઈ જવું // મલકાઈ જવું. // ગુસ્સાથી ઊંચા નીચા થઈં કંઈ પણ બોલવું. // પતરાજી બતાવવી. // મસ્તીમાં આવવું. તોરમાં રહેવું.
2) ગજ ગજ છાતી ફૂલવી
✅ અતિ હર્ષ થવો.
3) ગજ ઘાલવા
✅ કાબૂ વગર વાત કરવી. // જીતી શકાય નહિ એવું હોવું. // મજબૂત હોવું.
4) ગજ જેવું
✅ સંગીન; મજબૂત.
5) ગજ માપે પણ તસુ ન ફાડે-વેતરે નહિ
✅ મોટી મોટી વાતો કરે પણ કરવાનું આવે ત્યારે કંઈ કરે નહિ // વચન આપે પણ પાળે નહિ.
📌 ટૂંકમાં ભાજપ જેવું 😂 3 દિવસમાં LRD વેઇટિંગ આપશું કહીને 3 અઠવાડિયા થયે પણ ના આપે.. (આ માત્ર ઉદાહરણ છે, જેથી તમને મગજમાં ઘૂસી જાય આ કહેવત 😆 આ નહિ ભુલાઈ જોજો)
6) ગજ વાગવો
✅ અજમાવેલું જોર ફાયદાકારક નીવડવું // યોગ્ય ઠેકાણે યોગ્ય શક્તિ કામે લાગવી. // પગ જામવો; સ્થિર થવું.
7) ગજની ઘોડી અને સવા ગજનું ભાઠું
✅ કંગાળ સ્વરૂપ // ટકાની ડોશીને ઢબુ મુંડામણ // સોના કરતાં ઘડામણ મોંઘું.
8) ગજનો આંકો ન સૂઝવો
✅ કાંઈ ન આવડવું.
9) ગજે તસુ માફ-ગજનો તસુ
✅ ઘણા સદ્ગુણ આગળ એક દુર્ગુણનો હિસાબ ન હોય.
10) નવસો ગજના નમસ્કાર
✅ દૂરથી જ નમન.
11) પોતાને ગજે માપવું
✅ પોતાના સ્વતંત્ર મત પ્રમાણે અભિપ્રાય બાંધવો.
12) રજનું ગજ કરવું
✅ પીંછાનું પારેવું કરવું; વધારી દેવું; વધારીને વાત કરવી.
Copied from ભગવદ્ગોમંડલ ✍
Yes It's @IMPFORCLASS3
😎
BY IMP for GPSC
Share with your friend now:
tgoop.com/IMPFORGPSC/1317