tgoop.com/IMPFORGPSC/1283
Last Update:
⭕️ શબ્દાર્થ , રૂઢિપ્રયોગ અને કહેવતો
★ મા જણ્યું
✅ સહોદર; એક માનું સંતાન.
★ મા તે મા ને બાકી વગડાના વા
✅ મા સમાન બીજું કોઇ નથી.
★મા તેવી છોકરી
✅ માનાં લક્ષણ દીકરીમાં હોવાં.
★ મા પૂછે આવતો, બાયડી પૂછે લાવતો
✅ મા જાણે મોટો થાય, બાયડી જાણે લાવતો થાય.
✅ જણનારી તે જીવ આપવાની, પરણનારી તે પોક મૂકવાની.
★ મા ભઠિયારી બાર કલાલ, તેના દીકરા લાલમલાલ
✅ સ્થિતિ ઉપરવટ જવું.
★ મા ! મે કોઠીમાંથી કાઢ
✅ ઓહ ! મા મને બચાવ.
✅ સાચા પશ્ચાત્તાપના ઉદ્ગાર.
★ મા મરે તે સોહેલી, ભાણા ખડખડ દોહેલી
✅ ભૂખમરો એ મહાન કમભાગ્ય છે.
★ મા મૂઈ એટલે બાપ વેચ્યો
✅ બાપ તે બાપ ને મા તે મા, ઓરમાન મા તે માથાનો ઘા; મા તે માયો ને બાપ તે ખાટલાનો પાયો; માને પાનો ચડે, બીજાને ચડે નહિ.
★ મા મૂળો ને બાપ ગાજર, લંકાની લાડી અને ઘોઘાનો વર
✅ બાપ બાપની વેજા વાએ જેને ફાવે તેમ કરે.
★ માએ શેર સૂંઠ ખાવી
✅ વધારે પડતું શૌર્ય દર્શાવવું.
★ માના પેટમાંથી કોઈ શીખીને અવતરતું નથી
✅ કોઈ માણસ ડાહ્યો કે વિદ્વાન જન્મતો નથી.
★ માના રેંટિયામાં સમાય પણ બાપના રાજ્યમાં ન સમાય
✅ ઘોડેસવારી કરતા પિતા કરતાં ભીખ માગતી માતા સારી.
📌 Source - Bhagvadgomandal
It's @impforclass3 😎
BY IMP for GPSC
Share with your friend now:
tgoop.com/IMPFORGPSC/1283