tgoop.com/IMPFORGPSC/1213
Create:
Last Update:
Last Update:
કંઈ પણ ખરાબ પગલું લેતા પહેલાં એટલું વિચારજો કે તમારી જે સમસ્યાઓ છે આર્થીક હોય કે સામાજીક હોય એ ક્યારેય ખતમ નથી થતી , તમારા મૃત્યુ પછી તમારી સમસ્યા તમારા પરીવારને ટ્રાન્સફર થઈ જાય છે....
અને સરકારી નોકરીની સમસ્યાના લીધે આવું પગલું લેતા હોય તો વિચારજો દુનિયામાં તમામ સંપત્તિવાન અને સત્તાધારી વ્યક્તિ સરકારી નોકરી કરનાર નથી હોતો...
આ ઘટના વાંચીને કાળજું કપાઈ જાય એવી વેદના થઈ છે એટલે લખુ છું ..
ભવિષ્યમાં ઘણી પરીક્ષાઓ છે તમે બધાએ 3-4 વર્ષથી તૈયારીઓ કરી છે એટલે અપેક્ષાઓ અને જવાબદારીનો બોજ તમારા પર છે અને વિદ્યાર્થીઓનું મનોબળ તુટવાની ઘટનાઓ વધશે .. પરંતુ દોસ્ત હારી જવું એ કોઈ ઉપાય નથી ....
પરીસ્થિતિ એ સિંહ જેવી છે એને ખુલ્લી મુકી દો એ ખુદ એની સુરક્ષા કરી લેશે...
આવી ઘટનાઓમાં હાલની સીસ્ટમ જવાબદાર છે એક વખત નહીં હજાર વખત જવાબદાર છે ...
BY IMP for GPSC

Share with your friend now:
tgoop.com/IMPFORGPSC/1213