Telegram Web
GPSC ક્લાસ ૧ અને ૨ પરીક્ષાનું પરિણામ જાહેર:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટરની કુલ ૧૫, નાયબ પોલીસ અધીક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૨, અધીક્ષક નશાબંધી અને આબકારી, વર્ગ-૧ ની કુલ ૦૧, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૭, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૨ ; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૪૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જી.પી.એસ.સી.) ની કુલ ૦૧; મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૧૦, રાજ્ય વેરા અધિકારીની કુલ ૦૫; તાલુકા વિકાસ અધિકારીની કુલ ૧૫; આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૦૪; જિલ્લા નિરિક્ષક, જમીન દફ્તર ની કુલ ૦૫; અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની કુલ ૦૫; સમાજ કલ્યાણ અધિકારી (અ. જા.) ની કુલ ૦૮; અધીક્ષક નશાબંધી અને આબકારીની કુલ ૦૧; નગરપાલિકાના મુખ્ય અધિકારીની કુલ ૧૯ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૭૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૧૨૦ જગ્યાઓ માટે તારીખ: ૧૫/૦૭/૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૧૯-૨૦ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૧,૬૮,૬૯૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ: ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લામાં યોજવામાં આવેલ હતી. કુલ ૮૨,૬૪૪ ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા હતા જેનું પરિણામ તા.૦૨/૦૧/૨૦૨૦ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ ભરવાની થતી કુલ જગ્યાના આશરે ૧૫ ગણા અને સમાન ગુણને અનુસાર કુલ-૪૨૧૧ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા. ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તારીખ : ૦૯/૦૩/૨૦૨૧, તા.૧૨/૦૩/૨૦૨૧ અને તા.૧૪/૦૩/૨૦૨૧ ના રોજ અમદાવાદ મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ ૩,૩૮૨ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જેનું પરિણામ તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.

લેખિત પરીક્ષાના ગુણના આધારે કુલ ૬૮૧ ઉમેદવારો રૂબરૂ મુલાકાતને પાત્ર થયેલ.
આ ઉમેદવારોની રૂબરૂ મુલાકાતનું આયોજન કુલ ૦૩ ઈન્ટરવ્યુ બોર્ડમાં તારીખ: ૦૩/૦૮/૨૦૨૧ થી તારીખ: ૨૧/૦૮/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત જાહેર સેવા આયોગ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવે છે તેમજ અન્ય તમામ ઉમેદવારોને આગામી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવે છે.

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-10-201920.pdf
GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ....

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે....

https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf
GPSC Class I & II તથા અન્ય જાહેરાતો માટે ઓનલાઈન અરજી કરવાની અવધિ આવતી કાલ, ૨૬/૧૦/૨૦૨૧ ના રોજ બપોરે ૧.૦૦ વાગ્યે સમાપ્ત થાય છે.

જે ઉમેદવારો અરજી કરવાના બાકી છે તે ભુલ્યા વગર અરજી કરે. મુદત વિતી ગયા પછી કોઈક ને કોઈક બહાના જેવા કે તબિયત ખરાબ હતી, ગામડે હતો એટલે નેટવર્ક નહોતુ પકડાતુ, સર્વર ડાઉન હતું વિગેરે વિગેરે… સાથે રજુઆત કરવાની નોબત ન આવે એની સૌ લાગતા વળગતા ચિંતા કરે.
Result: STI GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ જાહેર :

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની કુલ – ૨૪૩ જગ્યાઓ માટે તારીખ : ૨૬/૧૨/૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક : ૧૦૯/૨૦૧૯-૨૦ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૨,૦૪,૮૭૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ: ૦૭/૦૩/૨૦૨૧ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લાના કુલ – ૭૯૯ પેટાકેન્દ્રો ખાતે યોજવામાં આવેલ હતી. પ્રાથમિક કસોટીમાં કુલ – ૯૪,૨૬૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેનું પરિણામ તા. ૧૯/૦૫/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ કુલ-૩૨૨૪ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા.

ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તા.૧૦/૦૭/૨૦૨૧ અને તા.૧૧/૦૭/૨૦૨૧ ના રોજ ગાંધીનગર મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ- ૨૮૪૭ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જેનું પરિણામ આજ રોજ તા. ૧૧/૧૧/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવે છે.

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-109-201920.pdf
શુભેચ્છાઓ……

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ ક્લાસ ૧ & ૨ ની ૧૮૩ જગ્યાઓ માટે પ્રાથમિક પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ વતી આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે તા. ૨૮/૦૯/૨૦૨૧ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેમાં કુલ-૧,૯૯,૬૬૯ ઉમેદવારોએ અરજી કરેલ છે. આ જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ રાજયના ૩૨ જિલ્લાના કુલ – ૭૮૫ પેટાકેન્દ્રો ખાતે લેવાનાર છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાતત્યપૂર્ણ પાંચ વર્ગ ૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે છઠ્ઠી ભરતી માટેની પ્રાથમિક કસોટી આ રવિવારે યોજાઈ રહી છે.

Best Of Luck……

દિનેશ દાસા
ચેરમેન
GPSC
Thankyou…..!!

The commission has successfully conducted preliminary exam of Gujarat Civil Service across 785 centres in 32 districts of the State. Total 1,99,669 candidates had been registered for 183 posts.

I thank all candidates for their peaceful participation in exam.

I wholeheartedly thank Hon’ble Chief Minister Shri Bhupendrabhai Patel for constant care and concern. I also thank Shri Pankaj Kumar, Chief Secretary of Gujarat, for all needful support from the State Administration.

My sincere thanks and appreciation for officials of GPSC, District and Police Administration as well as District Education Office for smooth and hassle free conduct of exam.

My gratitude towards print and electronic media for positive coverage about conduction of exam.

OMR answer sheets of nearby examination centres would be made available for online viewing shortly.

Thank you very much all once again.
Result: DySO

GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ જાહેર ॥ ૨૬૪ ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ ॥ ૬ વર્ષમાં ડી.વાય.એસ.ઓ/નાયબ મામલતદારની ૫ ભરતી પ્રક્રિયા સંપન્ન…


ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની કુલ – ૨૬૪ (૨૫૭ જગ્યાઓ સચિવાલય અને ૦૭ જગ્યાઓ ગુજરાત જાહેર સેવા આયોગ) જગ્યાઓ માટે તારીખ : ૧૦/૧૧/૨૦૨૦ ના રોજ જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૦-૨૧ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૩,૦૩,૩૮૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ: ૦૧/૦૮/૨૦૨૧ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લાના કુલ – ૧૨૨૪ પેટાકેન્દ્રો ખાતે યોજવામાં આવેલ હતી. પ્રાથમિક કસોટીમાં કુલ – ૧,૫૬,૬૨૧ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેનું પરિણામ તા. ૨૩/૦૯/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ કુલ-૪૯૪૨ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા.

ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તા.૧૭/૧૦/૨૦૨૧ અને તા.૨૪/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધીનગર મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ- ૪૩૦૫ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા.

ગુજરાત જાહેર સેવા આયોગ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવે છે.

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-27-202021.pdf
Result: Class I & II

GPSC Class I & II ની કુલ - ૧૮૩ જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર ॥ ૫૩૧૫ ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ઉત્તીર્ણ ॥ પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર ૩૦ દિવસમાં પરિણામ જાહેર.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે તા. ૨૮/૦૯/૨૦૨૧ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેમાં કુલ-૧,૯૯,૬૬૯ ઉમેદવારોએ અરજી કરેલ.

આ જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ રાજયના ૩૨ જિલ્લાના કુલ – ૭૮૫ પેટાકેન્દ્રો ખાતે યોજાયેલ, જેમાં કુલ – ૮૬,૫૩૭ ઉમેદવારો ઉપસ્થિત રહેલ. જેનું પરિણામ આજ રોજ તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. કુલ ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે કવોલીફાઈ કરવામાં આવ્યા છે.

મારા કાર્યકાળની સીવીલ સર્વીસની આ છેલ્લી કલાસ ૧ & ૨ ની પરીક્ષા હતી ત્યારે સૌ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન તથા મેઈન્સ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! અન્ય ઉમેદવારોને હવે પછીની પરીક્ષા માટે શુભેચ્છાઓ…!!!

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LECME-30-202122c.pdf
Result: STI

GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની ( STI ) પરીક્ષાનું પરિણામ જાહેર ॥ ૩૧૯ દિવસમાં પરિણામ પ્રસિદ્ધ ॥ ૨૪૩ ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની કુલ – ૨૪૩ જગ્યાઓ માટે તારીખ : ૧૬/૦૩/૨૦૨૧ ના રોજ જાહેરાત ક્રમાંક : ૧૩૯/૨૦૨૦-૨૧ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૨,૨૭,૬૧૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ: ૦૮/૦૮/૨૦૨૧ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લાના કુલ – ૯૦૭ પેટાકેન્દ્રો ખાતે યોજવામાં આવેલ હતી. પ્રાથમિક કસોટીમાં કુલ – ૧,૨૧,૫૭૨ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેનું પરિણામ તા. ૦૪/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ કુલ-૪૪૮૯ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા.

ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તા.૧૪/૧૧/૨૦૨૧ અને તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ ગાંધીનગર મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ - ૩૬૨૯ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જેનું પરિણામ આજ રોજ તા. ૨૯/૦૧/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આયોગ દ્વારા છેલ્લા ૩ વર્ષમાં આ ત્રીજી STIની પરીક્ષા પૂ્ર્ણ કરવામાં આવી છે જે અંતર્ગત ૯૦૯ ઉમેદવારો પસંદગી પામ્યા છે.

ગુજરાત જાહેર સેવા આયોગ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવે છે તથા અન્ય ઉમેદવારોને ભવિષ્યની પરીક્ષાઓ માટે શુભેચ્છા પાઠવે છે.

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-139-202021.pdf
સ્પર્ધાત્મક પરીક્ષાના અભયાર્થીઓ માટે - એક સહજ સંવાદ….
Dinesh Dasa
સ્પર્ધાત્મક પરીક્ષાના અભયાર્થીઓ માટે - એક સહજ સંવાદ….
આ એક જાહેર કાર્યક્રમ છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા કોઈ પણ જોડાઈ શકે છે.
2024/06/05 17:47:57
Back to Top
HTML Embed Code:


Fatal error: Uncaught Error: Call to undefined function pop() in /var/www/tgoop/chat.php:243 Stack trace: #0 /var/www/tgoop/route.php(43): include_once() #1 {main} thrown in /var/www/tgoop/chat.php on line 243